← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિતા છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી કાગળ, નથી શાહી, સુરીલું ગાન કવિતા છે,
પળે પળ જાતને ભૂલું, મજાનું ધ્યાન કવિતા છે.

કદી ઝરણું, કદી પંખી, કદી માનો ય પડછાયો,
બધામાં જે જુએ ઈશ્વર, સદાનું ભાન કવિતા છે.

છપાવે ખુદ, અને પોતે પછી ઘરઘર વહેંચે છે,
નથી વાચક, નથી ગ્રાહક, અમારું દાન કવિતા છે!

નદી પેઠે, શિલા ફોડી, સમંદરને મળે જઈને,
વહે જે શ્વાસમાં, ને છે અમારી જાન, કવિતા છે.

પરાગે ફૂલને પૂછ્યું, ‘તને શું ગર્વ છે ભારે?’
કહે: ‘ખુશ્બૂ વહેંચું છું, ખરું અભિમાન કવિતા છે.’

– પરાગ રતનપરા

#ગઝલ #કવિતા #સર્જન #શબ્દ #કવિકર્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetryOnPoetry #CreativeSpirit #Words #PoetsLife #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસ્કૂટરેઆગલો લેખ →ઓડિટ