કરું છું
સવારે, બપોરે બહાના કરું છું,
સમોસે સમોસે નિશાના કરું છું.
બનાવેલ ડાયેટનો પ્લાન આખો
ફરી ફ્રીજ ખોલી રવાના કરું છું.
વ્રતે પેટમાં ઢોલ વાગ્યા કરે, ને
ભજનમાં ય સાથે તરાના કરું છું.
કહે વૈદ: ‘ઓછું વજન તો કરો!’, ત્યાં
ઘણા રોગના હું ફસાના કરું છું.
જલેબી ઉપર આ પરાગે લખી, તો
બધા પેટુઓને દિવાના કરું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #ડાયેટ #ખાણીપીણી #વજન #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #DietStruggles #Foodie #WeightLoss #ParagRatanpara