← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કર્ણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માધવ,
યુદ્ધની આગલી રાતે
તેં મને જે સત્ય કહ્યું,
એ સત્ય
મારા માટે
ત્રીસ વર્ષ મોડું હતું.

મને જોઈતી હતી
ફક્ત એક સવાર,
જ્યારે કુંતી
ગંગાકાંઠે
મને ટોપલીમાં મૂકવાને બદલે
ખોળામાં મૂકે.

સારથિના ઘરે
મોટા થયેલા દીકરાને
રાજમહેલની ઓળખ
કવચની જેમ પહેરાવી શકાતી નથી.

યુદ્ધમાં
મારું પૈડું ભલે કાદવમાં ખૂંપ્યું,
પણ જીવનભર
મારી ઓળખ તો
એ ટોપલીમાં જ
તણાતી રહી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખૂટે છેઆગલો લેખ →વરસી જા