કમળ
કાદવે ઊગે, છતાં કોરું રહે, એ કમળ છે,
આ જગત તો લાલચોનું એક ઘેરું વમળ છે.
હાથ જોડીને નમે સૌ, ને બધા હસતા મળે,
હોઠ પર મધ, ને હૃદયમાં ઝેરનું કપટ-છળ છે.
માન, મોભો, માલ-મિલકત, સૌ મળી જે ઝળહળે,
ઝાકળોના આ ઝગારા, સૂર્ય લગ એક પળ છે.
એક બાવો મંચ પરથી ત્યાગની વાતો કરે,
ને પછી એ.સી. રથોમાં, સાથ ગનમેન-બળ છે.
આ પરાગે કાદવે ખીલી, હસીને આ કહે:
મ્હેક પર ડાઘો ન લાગે, એ જ તો આત્મબળ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #કમળ #અલિપ્તતા #પ્રલોભન #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Lotus #Detachment #Temptation #InnerStrength #ParagRatanpara