કહેવાય ના
અધૂરી કહાની કહેવાય ના,
નયનની નિશાની કહેવાય ના.
હતી રાત, ચાંદો, હતી તું સમીપ,
નશીલી જવાની કહેવાય ના.
કળી કાનમાં ગુંજને શું કહે?
હવાની જબાની કહેવાય ના.
વિદાયે પિતા મૌન ઊભા હતા,
વ્યથા એ જ છાની કહેવાય ના.
પરાગે કહી'તી ભ્રમરને કથા,
સુગંધી રવાની કહેવાય ના.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #અકથ્ય #પ્રેમ #વિદાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Unspoken #Silence #LoveAndLonging #Farewell #ParagRatanpara