કાજળની ડબ્બી
ઇન્ટરવ્યૂ પહેલાં
દીકરીએ
માની જૂની
કાજળની ડબ્બી ખોલી.
ડબ્બી પર
કાટ ચડ્યો હતો,
ઢાંકણું
માંડ માંડ ખૂલ્યું.
મા
રસોડામાંથી દોડી આવી:
‘ધીમે, બેટા…
એમાં હવે કાજળ નથી.’
‘તો?’
મા હસી,
પણ આંખો ભીની:
‘મારાં સપનાં છે —
જે મેં કદી આંજ્યાં જ નહીં.
લગાડજે ધીમેથી,
આંખ બળશે,
પણ
દૂર સુધી દેખાશે.’
– પરાગ રતનપરા