જોયો મને
એક દી’ ઊભો રહી મેં દૂરથી જોયો મને,
ઓસરી ગ્યા કો નદીના પૂરથી જોયો મને.
આંખ મીંચી જ્યાં ગયો ઊંડે સુધી હું એકલો,
ત્યાં જ ભીતરના કશા કો નૂરથી જોયો મને.
તાર તૂટ્યા સાજના, ને મૌન થઈ ગઈ જ્યાં સભા,
કોઈ અનહદના અજાણ્યા સૂરથી જોયો મને.
જામ મીરાંનો મને પણ સ્હેજ ચાખ્યો, એ પછી
એ નશામાં, પ્રેમમાં ચકચૂરથી જોયો મને.
જે ઘડી ખરતું હતું આ ફૂલ, ત્યારે ઓ ‘પરાગ’,
મ્હેક થઈ મેં, વાયરે ભરપૂરથી જોયો મને.
– પરાગ રતનપરા
#ગઝલ #આત્મદર્શન #સાક્ષીભાવ #ધ્યાન #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfReflection #Witness #Meditation #InnerLight #ParagRatanpara