જોષીજી
ગ્રહો ને રાશિની મોટી કરે છે વાત જોષીજી,
છતાં પોતે ગયા ભૂલી સ્વયંની જાત જોષીજી.
ડરાવે છે: ‘પનોતી છે, કરાવો શાંતિ-પૂજાઓ’,
પછી લઈને હજારો એ, ઉતારે ઘાત જોષીજી.
ગુણો છત્રીસ મળતા'તા, છતાં વરસે થયા છૂટા,
ફરી ફેરા ગણાવે છે, ફરી તે સાત જોષીજી!
ગ્રહો ટાળ્યા, ગણાવ્યા જાપ, ટાળી સૌ પનોતીઓ,
છતાં ના મોતને આપી શકે કો' માત જોષીજી.
‘પરાગે’ કુંડળી ફાડી, ભરોસો કર્મ પર રાખ્યો,
પસીનાથી મળે જે, એ ખરી સોગાત જોષીજી.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #જ્યોતિષ #અંધશ્રદ્ધા #કર્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Astrology #Superstition #FaithInWork #ParagRatanpara