← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જૂની રીલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

યાદો
ફિલ્મની જૂની રીલ જેવી છે —
ફ્રેમ પછી ફ્રેમ,
ઝબકતી, ઘસાયેલી,
ક્યાંક ક્યાંક ઊઝરડા પડેલી.

એક ફ્રેમમાં
બા ચૂલો ફૂંકે છે,
ધુમાડામાં એની આંખો ભીની છે.
બીજી ફ્રેમમાં
બાપુ સાઇકલ પર મને બેસાડી
નિશાળે મૂકવા જાય છે.
ત્રીજીમાં
હું પહેલી વાર
ઘરનો ઉંબર ઓળંગી
શહેર જવા નીકળું છું.

રીલ આગળ ચાલે છે,
પણ મારું પ્રોજેક્ટર
વારે વારે
બાની ફ્રેમ પર જ અટકી જાય છે.

લોકો કહે છે,
‘આગળ વધ.’
હું કહું છું,
‘ફિલ્મ તો ત્યાં જ સરસ હતી.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખાલીપોઆગલો લેખ →ચિત્રમાં