જંગલી ફૂલ
ગાઢ જંગલમાં
એક ફૂલ ખીલ્યું.
ન કોઈ માળી,
ન કોઈ કૂંડું,
ન કોઈ ફોટોગ્રાફર,
ન કોઈ પ્રદર્શનનું ઇનામ.
પતંગિયું આવ્યું,
બેઠું,
ઊડી ગયું.
સાંજ પડી,
ફૂલ ખરી ગયું.
કોઈએ જોયું નહીં —
એનો અફસોસ
માત્ર આપણને છે.
ફૂલને તો
ખીલવું હતું,
જોવાવું નહીં.
– પરાગ રતનપરા