જિંદગી
ગૂંચ ઉકલે ત્યાં નવી, આ કોયડો છે જિંદગી,
બ્હાર ખુલ્લું આભ, ભીતર ઓરડો છે જિંદગી.
કેટલાં વર્ષો, કમાણી કેટલી, કેવું મકાન,
કોણ પૂછે કેમ જીવ્યા? આંકડો છે જિંદગી.
સ્વર્ગના દરબારમાં સૌએ હિસાબો આપવા,
લેણ-દેણી, પાપ-પુણ્યો, ચોપડો છે જિંદગી.
રાજવી સપનાં હતાં, ને આંખ ખોલી જ્યાં જરા,
ચાંદની ચળકે છતેથી, ઝૂંપડો છે જિંદગી.
આ ‘પરાગે’ એટલું જાણ્યું અમાસી રાતમાં,
પ્રેમનું બસ તેલ પૂરો, દીવડો છે જિંદગી.
– પરાગ રતનપરા
#ગઝલ #જિંદગી #જીવનદર્શન #કોયડો #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Life #MeaningOfLife #Riddle #Love #ParagRatanpara