← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે
ઘાસના એક તરણા પર
ઝાકળનું ટીપું બેઠું હતું —
આખો સૂરજ પોતાની અંદર લઈને.

હું વાંકો વળ્યો,
એને આંગળીએ ઉઠાવવા.

ટીપું ફૂટી ગયું,
સૂરજ ઢોળાઈ ગયો ઘાસમાં.

ત્યારે સમજાયું —
કેટલીક સુંદરતા
માત્ર જોવા માટે હોય છે,
પકડવા માટે નહીં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહવેલીઆગલો લેખ →રાખડી