← મુખપૃષ્ઠ · ટેકનોલોજી અને આધુનિક જીવન

જીવન નો રેલો એવો છે, કે દોડ્યા જ કરવું પડે

૪ ફેબ્રુઆરી ૨૦૨૫કવિતા

જીવન નો રેલો એવો છે, કે દોડ્યા જ કરવું પડે,
સવારે અલાર્મ વાગે, ને આંખ પણ ના ઊઘડે!

મેટ્રોમાં ધક્કા ખાઈએ, ઓફિસે લેટ થઈએ,
બોસ ની ધમકી સાંભળી, ડેડલાઈન માટે રડીએ!

લંચ બ્રેક માં સેન્ડવિચ ખાતા, મીટિંગ ની ઈમેલ આવે,
કોફી પીતા પીતા જ, પ્રેઝેન્ટેશન બનાવે!

વોટ્સએપ પર ગ્રુપ્સ સો છે, નોટિફિકેશન બજ્યા કરે,
ઇન્સ્ટાગ્રામ પર લાઇફ સ્ટાઇલ, બતાવવી પણ પડે!

EMI ની તલવાર લટકે, ક્રેડિટ કાર્ડ બિલ ફાટે,
મહિનો પૂરો થતા પહેલા, બેંક બેલેન્સ ઘટે!

સપના જોયા'તા સુખી જીવન ના, પણ થયા આ હાલ,
કોર્પોરેટ જીવન જીવતા, બન્યા આપણે કંગાલ!

Weekend આવે તો plan બને, પણ કામ ની tension આવે,
Monday blues ની બીકે, રવિવાર બગડી જાવે!

Team leader નો message આવે, "Urgent meeting hai yaar",
Work from home માં પણ, નથી મળતો આરામ અપાર!

જીવન છે hybrid model, ઓફિસ-ઘર ની race છે,
Google calendar માં schedule, એક મોટો maze છે!

તો ચાલો હવે હસી લઈએ, આ દોડધામ ની વાત પર,
જીવન છે સર્કસ જેવું, આપણે નાચીએ તાલ પર! 😄

- પરાગ રતનપરા
(Corporate Slave turned Poet) 😅

સોશિયલ મીડિયાજીવનચિંતનધર્મ
← પહેલો લેખજીવનનો રેલોઆગલો લેખ →આંતરિક અને બાહ્ય વિચારધારા: એક મજાનો ખેલ