← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જરા જો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કિનારે રહી શું? તરીને જરા જો,
હિસાબો તજી દે, મરીને જરા જો.

દરદ તો બધાને મળે છે અહીં પણ,
મળે ઘાવ ત્યારે હસીને જરા જો.

અહો ફૂલ! ખીલ્યો, મહેકી ગયો તું,
હવે ડાળ છોડી ખરીને જરા જો.

ઘણાં દેશ જોયા, ઘણી જોઈ દુનિયા,
હવે ગામ પાછો ફરીને જરા જો.

પરાગે કહી વાત બસ એટલી કે,
હવામાં, હૃદયમાં ભળીને જરા જો.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #હિંમત #સમર્પણ #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #CourageInLove #Surrender #TakeTheLeap #ReturnHome #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશિશિરનું પાનઆગલો લેખ →ચારણની દીકરી