જન્મદિને
દીકરી,
તારા જન્મદિને
હું તને
શું આપું?
સોનાની ચેન?
એ તો
કોઈ દિવસ
તૂટી જશે.
નવો ફોન?
એ તો
આવતે વરસે
જૂનો થઈ જશે.
લે,
હું તને આપું છું
મારી
એક આદત —
સાંજે
બારીમાંથી
આકાશ જોવાની.
જ્યારે
હું નહીં હોઉં,
ત્યારે પણ
તું
બારીએ ઊભી રહીશ,
ને
આથમતો સૂરજ
તારા ગાલ પર
મારી જેમ જ
હાથ ફેરવશે.
– પરાગ રતનપરા