જમણ
સૂરતીની એક ઇચ્છા: ઘી તળેલું જમણ છે,
ભૂખ ના હો, તોય થાળી પર ભરેલું જમણ છે.
ડૉક્ટરે કીધું: ‘જરા પરહેજ રાખો, ઓ ભલા!’
હું કહું: ‘સાહેબ, ચૂલે તો ચડેલું જમણ છે!’
હોંશથી વહુએ બનાવ્યાં ભોજનો તો પ્રેમથી,
સૌ વખાણે ખાઈ, જો કે આ બળેલું જમણ છે.
લગ્નમાં ‘બૂફે’ હતું, લાંબી કતારે સૌ ખડા,
હાથમાં થાળી પડી, ત્યાં તો ઠરેલું જમણ છે.
આ પરાગે હોટલોમાં ખૂબ ચાખ્યું, તે છતાં
બા ધરે જે હેતથી, બસ એ મળેલું જમણ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #સુરતીજમણ #ખાણીપીણી #બાનાહાથનું #પરાગરતનપરા
#GujaratiGhazal #FoodHumour #SuratiFoodie #GujaratiThali #MomsCooking #ParagRatanpara