← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જાગ તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊંઘમાં છે બધા, ચેતના, જાગ તું,
રાતભર જે રમી, કલ્પના, જાગ તું.

ખેતરે ભૂખ છે, ઝૂંપડે ઝેર છે,
રાજ્યની સુપ્ત સંવેદના, જાગ તું.

કૂખમાં દીકરી, ને છરી હાથમાં,
ઓ જનેતા! ભલી ભાવના, જાગ તું.

દેવળે ઘંટ છે, ભૂખ છે દ્વાર પર,
ઊંઘતી મંદિરે પ્રાર્થના, જાગ તું.

આ ‘પરાગે’ લખી ફૂલની પાંદડી:
‘ઓ કળી, ઓ નવી કામના, જાગ તું.’

– પરાગ રતનપરા

#ગઝલ #જાગૃતિ #ચેતના #સમાજ #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Awakening #Conscience #SocialAwareness #Compassion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપાછળ રહી ગયુંઆગલો લેખ →કાણાવાળો થેલો