ઇચ્છાઓ
હજારો વાર મળ્યું, પણ થતી ના ખતમ ઇચ્છાઓ,
ઉપાડે રોજ રણમાં પણ, નવેસર કદમ ઇચ્છાઓ.
મરણ આવે, ચિતા ઊઠે, બળે છે દેહ આખો પણ,
ફરી પાછી અપાવે છે નવો એ જનમ ઇચ્છાઓ.
પચાસી વર્ષનો નેતા, ફરી ઝંખે નવી ખુરશી,
ન રાખે લાજ ઉંમરની, જરા ના શરમ ઇચ્છાઓ.
બતાવે ચાંદ-તારાનાં, ગગનનાં રોજ સપનાંઓ,
તરસ આપી, ફરી રાખે અમારો ભરમ ઇચ્છાઓ.
‘પરાગે’ પણ ઘણું માગ્યું, ઘણું પામ્યું, ગુમાવ્યું પણ,
લખાવે છે ગઝલ, પકડી અમારી કલમ, ઇચ્છાઓ.
– પરાગ રતનપરા
#ગઝલ #ઇચ્છા #તૃષ્ણા #મોહ #જન્મમરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Desire #EndlessCraving #Attachment #CycleOfLife #ParagRatanpara