← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હવા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બારણું બંધ હતું.
બારીઓ પણ.
પડદા ખેંચેલા.

છતાં
ટેબલ પરનું
એક પાનું
ફરફર્યું.

કોણ આવ્યું?

કદાચ
એ જ હવા
જે તું જતાં જતાં
તારી સાથે નહીં,
અહીં જ
છોડી ગઈ હતી.

હું હજી
બારણું ખોલતો નથી —
રખે
એ પણ
ચાલી જાય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગરબોઆગલો લેખ →પહેલાં પગલાં