← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હથેળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણા ઘાવ, છાલે ભરેલી હથેળી,
છતાં રોજ રોટી ધરેલી હથેળી.

ગગનને અડે એ ઇમારત જુઓ તો,
તળે ઈંટમાં છે ઠરેલી હથેળી.

તમે ધાનનો કોળિયો જ્યાં ઉપાડો,
સ્મરો ત્યાં ધરામાં ખરેલી હથેળી.

રિબન કાપતાં સૌ હસે છે મહાશય,
છબી બ્હાર ત્યાં તો સરેલી હથેળી.

‘પરાગે’ લખેલી ગઝલમાં જુઓ તો,
કલમને સદાયે વરેલી હથેળી.

– પરાગ રતનપરા

#ગઝલ #મજૂર #શ્રમ #પરસેવો #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #DignityOfLabour #Workers #Toil #Farmers #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅજવાળું થયુંઆગલો લેખ →ભરતી