હપ્તા પર શાન
ફ્લેટ, ગાડી, ફોન — હપ્તા પર ટકેલી શાન છે,
ઊગતે મહિને જ આવે બેંકનું ફરમાન છે.
દીકરાના લગ્નમાં તો રોશની ઝગમગ હતી,
બાપ એ હપ્તા ભરીને આજ પણ બેભાન છે.
શાંતિ શોધી તીર્થમાં, આશ્રમ મહીં ને ડુંગરે,
મૉલમાં બોલ્યા: ‘સરસ સ્કીમે, સરળ ભગવાન છે!’
ઊંઘ ના આવી, હતી ગાદી ય હપ્તે, શું કરું?
સ્વપ્નમાં પણ બારણે જો, બેંકનો દરવાન છે.
આ પરાગે પણ ગઝલ હપ્તે લખી છે, જોઈ લો,
શેર બસ એકાદ મહિને — એટલું અભિમાન છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #હપ્તા #ઉધારનુંજીવન #મધ્યમવર્ગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #EMILife #ConsumerCulture #MiddleClassWoes #ParagRatanpara