← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુર્જરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દૂધમાં ભીંજેલ મીઠી માવડી છે ગુર્જરી,
નર્મદાના તીર ગાતી વાંસળી છે ગુર્જરી.

રોજ પરભાતે ઉઘડતું જેમ મીરાંનું ભજન,
ઝાલરોના નાદમાં, એ આરતી છે ગુર્જરી.

રાસડે ને લોકગીતે ગામના ચોરે ચડી,
ચાચરે ઘૂમી રહેલી ઓઢણી છે ગુર્જરી.

પૌત્ર પરદેશે ભલે ને ‘હાય’ બોલે ફોનમાં,
બા હજી ગાતી રહે જે, લાગણી છે ગુર્જરી.

આ પરાગે પાંખડીમાં સાચવી જે મ્હેકને,
એ ગઝલના બાગની તો ચાંદની છે ગુર્જરી.

– પરાગ રતનપરા

#ગઝલ #ગુજરાતી #માતૃભાષા #લોકસંસ્કૃતિ #ગૌરવ #પરાગરતનપરા
#GujaratiGhazal #MotherTongue #GujaratiPride #FolkCulture #LanguageLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપર્વ છેઆગલો લેખ →સાંજના