← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘસાવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવા
ખડકની છાતી પર
સદીઓથી
એક જ અક્ષર ઘૂંટે છે.

એક કાનો પૂરો કરતાં
એને
હજાર ચોમાસાં લાગે છે.

આપણે
રોજ સો કવિતા લખીએ,
ને સાંજ પડતાં
ભૂલી જઈએ.

હવા
એક જ અક્ષર લખે છે,
ને ખડક
એને યાદ રાખવા
આખેઆખો ઘસાઈ જાય છે.

કવિતા
લખવાથી નથી થતી,
ઘસાવાથી થાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅરીસાનો બીજો માણસઆગલો લેખ →ઘટનો દીવો