← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગણું છું હું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તને જોવા ઝરૂખેથી, નભે તારા ગણું છું હું,
ઘડી, પળ, શ્વાસ ને ધબકાર, સૌ વારા ગણું છું હું.

હવે આંખો ય વરસીને ઘણી થાકી, સુણો સાજન,
નદી કાંઠે, તરંગોની બધી ધારા ગણું છું હું.

તમે જે છોડ રોપ્યો’તો, હવે એ ઝાડ થઈ ઊભો,
ખરેલાં પાંદડાંના રોજ બે ભારા ગણું છું હું.

તમારા પત્ર વાંચું ત્યાં, પલક ભીની બની જાતી,
નયનથી જે વહે છે, એ બધાં ખારાં ગણું છું હું.

પરાગે, ત્યારથી ખીલી નથી એકે કળી બાગે,
તમે વાવેલ ફૂલોના બધા ક્યારા ગણું છું હું.

– પરાગ રતનપરા

#ગઝલ #વિરહ #પ્રતીક્ષા #ઝુરાપો #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Waiting #Longing #CountingDays #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનિવૃત્તિઆગલો લેખ →મનનું પંખી