← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગઝલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી શબ્દની, એ નજરની ગઝલ,
હૃદયથી હૃદયની સફરની ગઝલ.

લખી’તી જુવાની મહીં જે કદી,
હવે તો બની એ ઉમરની ગઝલ.

મરણ બાદ પણ ગુંજશે જે સદા,
હશે એ જ મારી કબરની ગઝલ.

છપાયાં બધે ખૂન, કૌભાંડ, ને
લખે કોણ એવી ખબરની ગઝલ?

‘પરાગે’ લખી, ત્યાં મહેકી હવા,
હતી ફૂલ પરની અસરની ગઝલ.

– પરાગ રતનપરા

#ગઝલ #ગઝલવિશે #કવિતા #હૃદય #શબ્દ #પરાગરતનપરા
#GujaratiGhazal #OnGhazal #PoetryAboutPoetry #HeartToHeart #Words #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબ્લૉકઆગલો લેખ →પાંપણ નીચે ચાંદ