← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફૂલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉઝરડા હોય ડાળીએ, છતાં એ શાખ ખીલે છે,
બળેલી હોય ધરતી તોય એની રાખ ખીલે છે.

ગુલાબો તોડનારાની હથેળી પણ સુગંધી છે,
અડે ફૂલે, પતંગાની તરત એ પાંખ ખીલે છે.

કબર પર કે ખુદા પર, ના ધરમ પૂછે કદી એ તો,
બધાંના હર્ષ-શોકે જઈ, ભરીને સાખ ખીલે છે.

સવારે ચોકમાં બેસી, ગજરના ફૂલ ગૂંથે છે,
રહે ભૂખી ભલે માળણ, સુગંધો લાખ ખીલે છે.

પરાગે ફૂલથી ઊડી, નવા ફૂલે પહોંચીને
જગાડ્યું બીજ, ને ત્યાં તો નવી આ આંખ ખીલે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ફૂલ #પરોપકાર #ખુશબો #પરાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Flowers #Selflessness #Fragrance #Pollination #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપાણીઆગલો લેખ →છૂટા શેર ૪૬૬૬–૪૭૨૦