← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફરીથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પડી વીજ, ચકલી બનાવે ફરીથી,
તણખલું તણખલું સજાવે ફરીથી.

તણાયું બધું પૂરમાં, તોય ખેડૂત
ખભે ધૂંસરું એ લગાવે ફરીથી.

પડે બાળ, રડતું, પછી તોય પાછું
ડગી, એક ડગ એ ઉઠાવે ફરીથી.

ગયો પુલ પહેલા જ વરસાદમાં, પણ
નવી સિદ્ધિ મંત્રી ગણાવે ફરીથી.

પરાગે ઉજડતો બગીચો નિહાળ્યો,
હવે મ્હેક એને વસાવે ફરીથી.

– પરાગ રતનપરા

#ગઝલ #હિંમત #ચકલી #ખેડૂત #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #Sparrow #Farmer #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદોરીની ફીરકીઆગલો લેખ →ઝરમરિયાં સંભારણાં