← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આથમે છે રોજ, તોયે ઊગશે સૂરજ ફરી,
ઠેસ વાગે, તોય ઊઠી બાંધશું ધીરજ ફરી.

બાળ જન્મે, ને રડે, ને મા હસે, એ દૃશ્યમાં
જિંદગી દેખાડતી કેવું નવું અચરજ ફરી.

કાદવે ડૂબ્યો ભલે, ને રાત આખી પંકમાં,
પ્રાત થાતાં ખીલશે, હસતું નવું પંકજ ફરી.

રાજવી ગ્યા, તાજ ગ્યા, ખંડેર થ્યા સૌ કાંગરા,
ધૂળથી ઊઠ્યા હતા જે, થઈ ગયા એ રજ ફરી.

ફૂલ ખરશે, બીજ થઈ ધરતી મહીં સૂશે ‘પરાગ’,
ને વસંતે પીતરંગી ખીલશે સૂરજ ફરી.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનચક્ર #આશા #શરૂઆત #અંત #પરાગરતનપરા
#GujaratiGhazal #CycleOfLife #NewBeginnings #Hope #Renewal #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખક્યાં છે શબ્દમાં?આગલો લેખ →માનાં ઘરેણાં