← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકતરફી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ત્રીસ વરસથી
હું ચાંદને જોઉં છું.

અગાસી પરથી,
બારીમાંથી,
ટ્રેનની બારીમાંથી,
હૉસ્પિટલના પલંગ પરથી પણ.

એને ખબર નથી.
એ તો
પોતાની કળાઓ બદલતો રહે છે,
ક્યારેક અડધો,
ક્યારેક આખો,
ક્યારેક સાવ ગેરહાજર.

મેં કદી ફરિયાદ નથી કરી.
એકતરફી પ્રેમમાં
આ જ સગવડ છે —
સામેનું પાત્ર
કદી
તમને છોડી શકતું નથી,
કારણ કે
એણે તમને
કદી પકડ્યા જ નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાંટા વીણનારોઆગલો લેખ →ઘડિયાળ