← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકાદશીનું ફરાળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજે અગિયારસ છે.
બાપુએ સવારથી જ
જાહેર કરી દીધું:
‘આજે અન્નનો દાણો નહીં.’

સવારે
રાજગરાનો શીરો,
બપોરે
સાબુદાણાની ખીચડી,
બટાકાની સૂકી ભાજી,
ફરાળી ચેવડો,
શિંગોડાના લોટની પૂરી,
ને ઉપરથી
મોરૈયો, દહીં ને કેળાં.

સાંજે
બાપુ ઓડકાર ખાતાં ખાતાં બોલ્યા:
‘ઉપવાસ કરવો સહેલો નથી,
આખો દિવસ
ભૂખ્યા રહેવું પડે છે.’

રાતે
પેટ પકડીને
ડૉક્ટર પાસે ગયા.

ડૉક્ટરે પૂછ્યું:
‘શું ખાધું હતું?’
બાપુ ગર્વથી બોલ્યા:
‘કંઈ નહીં, સાહેબ,
આજે તો મારે ઉપવાસ હતો.’

– પરાગ રતનપરા

અછાંદસહાસ્ય
← પહેલો લેખગામથીઆગલો લેખ →રીસમાં