એક ઓશીકા જેટલું
તારા વગર
બધું ચાલે છે.
સવારે છાપું આવે છે,
દૂધવાળો ઘંટડી વગાડે છે,
કુકર ત્રણ સીટી મારે છે.
બસ,
રાતે
બીજું ઓશીકું
હજી
ખંખેરીને ગોઠવું છું,
ને સવારે
એના પર
એક પણ કરચલી
પડી હોતી નથી.
બધું ચાલે છે —
ફક્ત
એક ઓશીકા જેટલું
ઓછું.
– પરાગ રતનપરા