← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એ પળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ પળ
હજી મેં જોઈ નથી.

જે પળે
દીકરી પહેલી વાર
‘પપ્પા’ બોલશે,
કે
જે પળે
બાપુની આંખ
છેલ્લી વાર મીંચાશે.

બંને પળ
એક જ ઘડિયાળમાં
ક્યાંક સંતાઈ બેઠી છે —
એક જ કાંટાની
બે બાજુ.

હું રોજ ઘડિયાળને
ચાવી આપું છું,
ને રોજ
ડરું છું —
કઈ પળ
પહેલી આવશે?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆપણી રીતેઆગલો લેખ →રઝળ્યા કરે