દિવસ
ભીંત પર તારીખિયે આજે ગયો કાળો દિવસ,
ફાડતાં, બીજા જ પાને એક રૂપાળો દિવસ!
માઘની ઠંડી સવારે, તાપણું બા ચેતવે,
આજ પણ એ યાદ છે, એ એક હૂંફાળો દિવસ.
તેં પહેલી વાર મારો હાથ ઝાલ્યો એ ઘડી,
રેશમી શો, મખમલી, એ એક સુંવાળો દિવસ.
વીક આખું દોડતા, રવિવારની સૌ રાહમાં,
ઊંઘમાં વીતી ગયો સૌ, એ જ ઉજમાળો દિવસ!
આ પરાગે કાગળે અક્ષર જરા વાવ્યા, અને
થઈ ગઝલ, ને ઊગતો ત્યાં એક હેતાળો દિવસ.
– પરાગ રતનપરા
#ગઝલ #દિવસ #તારીખિયું #સમય #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Days #Calendar #Hope #EverydayMoments #ParagRatanpara