ધૂળનો સ્વાદ
ગંધને ચાખી શકું, ચાખી શકું વરસાદને,
ટેરવે બેઠેલ ઝાકળના નવા સંવાદને.
ઝાડ પરથી એક પીળું પાન ખરતું જોઈને
ઓળખી લીધો ફરી મારા જ એ અવસાદને.
રોજ પંખી ગાય છે પરભાતિયાં ડાળે ચડી,
કોણ ઝીલે છે અહીં આ સાવ સાદા સાદને?
વૃક્ષને પૂછો, કહેશે મૂળની વાતો બધી,
માણસો ભૂલી ગયા છે ધૂળના એ સ્વાદને.
બંધ મુઠ્ઠીમાં ભરીને હું ફરું છું વાયરો,
શું કહું આ ઝળહળાટી ભીડના ઉન્માદને?
પાંદડાં ખરશે, પરાગે, ડાળ પણ સૂકી જશે,
તોય માટી સાચવી રાખે બધા આસ્વાદને.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રકૃતિ #માટીનીમહેક #ઇન્દ્રિયો #મૂળ #પરાગરતનપરા
#GujaratiGhazal #NatureSpeaks #TasteOfSoil #Senses #BackToRoots #ParagRatanpara