ઢોલ
મંચ પરથી ગાજતો નેતા જ મોટો ઢોલ છે,
જેમ ગાજે જોરમાં, એવી જ ભીતર પોલ છે.
પાંચ વરસે ગામમાં આવી, વળી કર જોડતા,
એ ફરીથી એ જ જૂના, ખોખલા સૌ કોલ છે.
દાળ, ચોખા, તેલ, ઈંધણ, સૌ ગગનને આંબતાં,
ભાવ ઊંચે, ભાષણે તો ના વજન, ના તોલ છે.
ખેડુએ પૂછ્યું: ‘નહેરો? ખેતનું પાણી ક્યહીં?’
ઉત્તરે બસ ગોળ જેવા મીઠડા સૌ બોલ છે.
આ પરાગે તો ઉગાડ્યા શબ્દ ખેતરમાં, અને
આ સભામાં કાગળોનો ફરફરે બસ મોલ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #રાજકારણ #ભાષણ #ખોખલાંવચન #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #EmptySpeeches #BrokenPromises #FarmersVoice #ParagRatanpara