દીવડી
હતી દીવડી, એ ય બળતી રહી,
અમાસે ય મીઠું મલકતી રહી.
હવા ખૂબ ગાજી, ડરાવી ઘણી,
છતાં એ બિચારી ફરકતી રહી.
હતા ઝુમ્મરો મ્હેલમાં સેંકડો,
છતાં ઝૂંપડી ત્યાં ઝળકતી રહી.
બધાને જમાડી, પછી ખુદ જમી,
ખરી દીવડી બા જ ઢળતી રહી.
પરાગે લખી આ ગઝલ રાતભર,
કલમની અણી પર ટમકતી રહી.
– પરાગ રતનપરા
#ગઝલ #દીવડી #અજવાળું #મા #સંઘર્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #LittleLamp #Light #Mother #Resilience #ParagRatanpara