← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડીપી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એના ડીપીમાં
એ હસે છે —
દરિયાકિનારે, ખુલ્લા વાળ,
સૂર્યાસ્તનો કેસરી રંગ.

એના સ્ટેટસમાં
ગીત છે, ફૂલ છે,
‘બ્લેસ્ડ’ લખેલું છે.

એની પ્રોફાઇલના
સાતસો મિત્રો
રોજ દિલ મોકલે છે.

ને એના ઓરડામાં
પંખો ધીમે ધીમે ફરે છે,
ઓશીકું ભીનું છે,
ને મોબાઇલનું અજવાળું
એના ચહેરાને
રોજ રાતે
થોડો વધારે
ફિક્કો કરી જાય છે.

સાતસોમાંથી
કોઈએ
ફોન કરીને પૂછ્યું નથી:
‘તું ઠીક તો છે ને?’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતું શીખવેઆગલો લેખ →ગોટો નથી