← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરીને નામે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરી,
તારે નામે લખું છું —
ડર વગરની સાંજો,
ખુલ્લા રસ્તા,
ને એવું આકાશ
જેમાં ઊડવા માટે
કોઈની રજા ન લેવી પડે.

તારે નામે લખું છું
થોડી જિદ,
થોડું ‘ના’ કહેવાનું સાહસ,
ને એક ખિસ્સું ભરીને
હાસ્ય.

મારી પાસે
વસિયતમાં લખવા જેવું
ખાસ કશું નથી,
એટલે
આ કવિતા જ
તારે નામે કરું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરાધા હવેઆગલો લેખ →ખપી જાશે