દશાનન હસે
ગલી ગામ બાળે, દશાનન હસે,
મશાલો ઉજાળે, દશાનન હસે.
અહંકારની ભીતરે લંક છે,
હૃદયમાં જ પાળે, દશાનન હસે.
ગરીબી ય સીતા સમી કેદમાં,
વચન રામ ટાળે, દશાનન હસે.
કરે ભાષણો ધર્મનાં મંચ પર,
સ્વયંને ન ભાળે, દશાનન હસે.
પરાગે બતાવ્યો અરીસો, અને
નજર સૌ જ વાળે, દશાનન હસે.
– પરાગ રતનપરા
#ગઝલ #દશેરા #રાવણ #અહંકાર #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dussehra #InnerRavana #Hypocrisy #Satire #ParagRatanpara