← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દહાડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફરી એ જ ઘંટી, દહાડો થયો,
હજી ઊંઘ આંખે, ઉઘાડો થયો.

ધકેલે, ધકેલાય, ચાલ્યા કરે,
બિચારો ય ડબ્બો અખાડો થયો.

નફો, ખોટ, ટાર્ગેટ, મીટિંગ, બૉસ,
દિમાગે બધે બસ ધુમાડો થયો.

મળી એક છુટ્ટી, વહી ફોનમાં,
રજાનો ય આખો બગાડો થયો.

ઘડી રાતની તો પરાગે ગણી,
ગયો દિન, ફરી એ પવાડો થયો.

– પરાગ રતનપરા

#ગઝલ #રોજિંદુંજીવન #નોકરી #શહેર #થાક #પરાગરતનપરા
#GujaratiGhazal #DailyGrind #OfficeLife #CityRush #Weariness #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનંબરઆગલો લેખ →પ્રેમનું પ્રશ્નપત્ર