ડબ્બાનું કુટુંબ
રાતની ગાડી હતી,
સ્લીપર ડબ્બો,
ને અમે છ જણ —
છએ છ અજાણ્યા.
વડોદરા આવતાં
એક ડોશીએ થેપલાંનો ડબ્બો ખોલ્યો,
ને કોઈને પૂછ્યા વગર
સૌની હથેળીમાં એક એક મૂકી દીધું.
સુરત આવતાં
એક છોકરાએ પોતાની શાલ
ધ્રૂજતા દાદાને ઓઢાડી,
ને પોતે બારી પાસે ટૂંટિયું વાળી સૂઈ ગયો.
સવારે મુંબઈ આવ્યું.
સૌ ઊતર્યા,
કોઈએ નંબર ન માગ્યો,
કોઈએ નામ પણ ન પૂછ્યું.
વર્ષોથી હું
લોહીના સંબંધોનાં ઘરમાં રહું છું,
પણ ઘર જેવું
એક જ રાત લાગ્યું હતું —
પેલા ડબ્બામાં.
– પરાગ રતનપરા