← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોટલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવે એના હાથ ધ્રૂજે છે.
ચોટલો
ગૂંથાતો નથી.

સવારે
હું કાંસકો લઉં છું,
ને પચાસ વર્ષમાં પહેલી વાર
એના વાળ ગૂંથું છું —
આડાઅવળા,
ઢીલા,
ક્યાંક ગાંઠ.

એ અરીસામાં જુએ છે,
ને હસે છે:
‘આખી જિંદગી
ગૂંચ તો તમે જ પાડી,
આજે ઉકેલતાં
શીખ્યા.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપુલઆગલો લેખ →હાથની રેખા