← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૮૬૪૬–૮૬૬૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૮૬૪૬.
નિશાળે જતાં’તાં ઉઘાડા પગે,
હવે બૂટ છે, પણ નથી એ ડગર.

૮૬૪૭.
તમે સ્હેજ હસતાં, ગુલાબો હસે,
તમે સ્હેજ રૂઠ્યાં, ખરે પાંદડાં.

૮૬૪૮.
પરાગે લખી એક એવી ગઝલ,
ભમર પણ હજી ગણગણે બાગમાં.

૮૬૪૯.
હતો માસ્ક મોઢે, ડરે મન સદા,
હવે માસ્ક ના, તોય ચુપ સૌ જણા.

૮૬૫૦.
ઘણી વાર બાને રડી જોઈ મેં,
હસીને કહેતી: ‘ધુમાડો હતો.’

૮૬૫૧.
ભલે પાંજરું હો કનકનું સરસ,
મને આભ ખુલ્લું ગમે છે ફકત.

૮૬૫૨.
પરાગે હવામાં ઝુલાવ્યું જગત,
ન દીઠો, છતાં મ્હેક વ્યાપી બધે.

૮૬૫૩.
ઘરે કોડિયાં સૌ ઝગે આંગણે,
અને મન મહીં એક દીવો ઠરે.

૮૬૫૪.
રજા આજ, ને ઊંઘ ગાતી રહી,
સવારે ફરી ‘સોમ’ સામે ખડો.

૮૬૫૫.
તને પત્ર લખતો હતો રાતભર,
સવારે, બની નાવ, વરસાદમાં.

૮૬૫૬.
ઘણાં ગીત ગાયાં, મળી વાહ પણ,
પરાગે હજી મૌન ગાવા મથે.

૮૬૫૭.
તિરાડો પડી ભીંત પર ને છતે,
છતાં ઘર હજી સાચવે છે સ્મરણ.

૮૬૫૮.
પતંગો ચગે ને કપાયા ઘણા,
હયાતી ય એવી જ ચાલ્યા કરે.

૮૬૫૯.
નદી સાગરે જઈ, બની એ જ ખુદ,
ઘટે ‘હું’ જરા, તો ખુદા તું જ છે.

૮૬૬૦.
ગઝલ તો બની, જે નયનથી ઝરે,
પરાગે ફકત એ લખી કાગળે.

૮૬૬૧.
પતંગો બળે, પણ ન રોકાય એ,
શમાને ખબર છે, પ્રણય શું હશે.

૮૬૬૨.
વરસતો ગયો મેઘ, ખેડૂ હસે,
ધરા પાથરે લીલ જાજમ બધે.

૮૬૬૩.
ગયા જ્યારથી બાપુ, ઘર મૌન છે,
હવે ના મળે એ ગરજતો અવાજ.

૮૬૬૪.
તમે આવશો, એ ભરોસે હજી
બળે રાતભર એક દીવો અહીં.

૮૬૬૫.
હતો ફૂલનો, પણ હવાનો થયો,
પરાગે ઉડાને જ ઘર શોધિયું.

– પરાગ રતનપરા

---

કવિ: પરાગ રતનપરા · તખલ્લુસ: ‘પરાગ’
કાવ્ય ક્રમ ૪૩૩૨–૪૪૩૧ · શેર ક્રમ ૮૬૬૬–૮૮૬૫

શેર
← પહેલો લેખછૂટા શેર ૮૬૨૩–૮૬૪૫આગલો લેખ →પપ્પાનો પલંગ