← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૨૦૦–૧૨૦૭

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૨૦૦.
ઝાકળ બની ઝૂલે તૃણે, જાણે ધરા મોતી ધરે,
સૂરજ ચડે, ચોરી લિયે મોતી બધાં ચુપકે જરી.

૧૨૦૧.
બાપા હતા, તો છાપરું, ને છાંયડો, ને હૂંફ સૌ,
બાપા ગયા, ત્યારે થયું, ખુલ્લું ગગન માથે બળે.

૧૨૦૨.
નેતા કહે છે મંચ પર: ‘ગંગા કરીશું સાફ હું’,
ને રાતના એની મિલો ગંગા મહીં ઝેરો ભરે.

૧૨૦૩.
આવી નથી તું, તોય મેં બારી ઉઘાડી રાતભર,
આવે જરા જો વાયરો, તો લાગતું કે તું જ છે.

૧૨૦૪.
ખીલી કળી, મ્હેકી હવા, ને બાગ આખો મ્હોરિયો,
તોયે ‘પરાગે’ ત્યાં કદી લીધો ન યશનો કણ જરી.

૧૨૦૫.
માટી હતી, માટી થયો, વચ્ચે થયો થોડો ગુમાન,
ઠોકર જરા વાગી ખરી, ત્યાં ધૂળ થઈ ગ્યો હું ફરી.

૧૨૦૬.
જે ઝૂકતા, તે ઊગતા, ને જે અકડતા, એ ખરે,
તોફાનમાં તરણાં બચે, ને વૃક્ષ સઘળાં ઊખડે.

૧૨૦૭.
પરદેશમાં સુખ છે ઘણું, ડૉલર ઘણા, ગાડી ઘણી,
પણ ચૂલની એ રોટલી ને ઓટલો ક્યાં છે અહીં?

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૧૮૦–૧૧૯૯આગલો લેખ →છૂટા શેર ૧૨૦૮–૧૨૧૫