છે તળે
આંખના મૌનમાં વાદળો છે તળે,
હોઠના હાસ્યમાં ઝાકળો છે તળે.
ઓઢણી લાલ ને ચૂડલો હાથમાં,
રેશમી પાલવે સાંકળો છે તળે.
‘વાહ!’ બોલે બધા એક શેરે, અને
કોણ જાણે, કયા કાગળો છે તળે.
આ નગરમાં વસાવ્યું ભલે ઘર નવું,
ગામની ધૂળમાં અંજળો છે તળે.
આ પરાગે ભલે દ્વાર ખોલ્યાં બધાં,
કેટલા મનમહીં આગળો છે તળે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઊંડાણ #છુપીવેદના #સ્ત્રી #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #BeneathTheSurface #HiddenPain #WomensBondage #Roots #ParagRatanpara