← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છે ગુજરાતમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માતૃભાષા બોલતાં શરમાય છે ગુજરાતમાં,
‘થેંક્યુ’ ‘સૉરી’માં બધું અટવાય છે ગુજરાતમાં.

ઘોડિયામાં બાળકો ‘જૉની’ જ ગાતાં થઈ ગયાં,
બાળ બોલે ‘કમલ’ તો વખણાય છે ગુજરાતમાં.

ઢોકળાં પણ ‘કેક’ થઈને મૉલમાં બેઠાં હવે,
ને ખમણ પણ ડૉલરે વેચાય છે ગુજરાતમાં.

દીકરો પરદેશથી ફોને કહે: ‘મૉમ, લવ યૂ’,
ને ઉમળકે બા અહીં મૂંઝાય છે ગુજરાતમાં.

માતૃભાષામાં ગઝલ લખતાં વિચારે છે ‘પરાગ’:
‘તરજુમો કરનાર ક્યાં શોધાય છે ગુજરાતમાં?’

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #માતૃભાષા #ગુજરાતી #અંગ્રેજીઘેલછા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #MotherTongue #SaveGujarati #LanguageHumour #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખભાડાનું ઘરઆગલો લેખ →વાંસળી વાગી