← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાદર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે
તું તો ઊઠીને ચાલી ગઈ,
વાળ બાંધતી, ઉતાવળમાં.

પણ ચાદર
હજી ઊઠી નથી.

એની કરચલીઓમાં
તારા પડખાનો નકશો
હજી ગરમ છે;
ઓશીકે
એક વાળ સૂતો છે,
અડધી ઊંઘમાં.

બારીમાંથી તડકો આવીને
પૂછે છે: ‘ગડી વાળું?’

હું ના પાડું છું.

કેટલીક રાતોને
સંકેલીને મૂકી દેવાથી
એ પૂરી થઈ જતી નથી,
બસ, બંધ થઈ જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઉડાણ ને ઉતારોઆગલો લેખ →માનું ચિત્ર