← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચા વગર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓસરીનો હીંચકો પણ ક્યાંય ઝૂલે ચા વગર?
શાયરો પણ મંચ પર જઈ શેર ભૂલે ચા વગર.

ડૉક્ટરે કીધું: ‘ઘટાડો ખાંડ, ને ચા બંધ હો’,
બાપુજીનો શ્વાસ પણ ઝટ, હાય, ફૂલે ચા વગર.

માર ખાધો, રાત જાગ્યો, તોય મૂંગો ચોર આ,
ચોર પણ પોલીસ સામે ક્યાં કબૂલે ચા વગર?

વ્યાજ ચડતું જાય છે ને ખેતરો વેચાય છે,
વ્યાજવાળા શેઠ પણ ક્યારે વસૂલે ચા વગર?

આ પરાગે સૂર્યને પૂછ્યું: ‘ઉતાવળ શું કરે?’
સૂર્ય ઊગે છે છતાં ક્યાં આંખ ખૂલે ચા વગર?

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #ચા #ગુજરાતીમિજાજ #સવાર #પરાગરતનપરા
#GujaratiGhazal #ChaiLove #Humour #GujaratiLife #MorningTea #ParagRatanpara

ગઝલહાસ્ય
← પહેલો લેખક્યારે થશે?આગલો લેખ →સવારનો સૂરજ