બુઝાતો નથી
હજી એક દીવો બુઝાતો નથી,
અમાસે ય ક્યાંયે છુપાતો નથી.
તમે ‘ના’ કહી, તોય મનને થતું:
હજી અંત એનો લખાતો નથી.
ભલે પાનખર પાન લઈ ગઈ બધાં,
છુપો મૂળમાં રસ, તણાતો નથી.
ભલે ઘર નવું ને નવી ભીંત છે,
પુરાણો ઝરૂખો ભુલાતો નથી.
પરાગે હવાની ગ્રહી પાંખ, પણ
હવામાં ય આખો સમાતો નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #દીવો #સ્મૃતિ #અડગતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #LampOfHope #Memories #Resilience #ParagRatanpara