← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભૂરું ટીક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માને હવે
ટપાલીની રાહ નથી.

દીકરાએ શીખવ્યું છે:
બે ભૂરાં ટીક થાય,
એટલે સમજવું
કે વાંચી લીધું.

મા રોજ સવારે
ધ્રૂજતી આંગળીએ લખે છે:
‘જય શ્રીકૃષ્ણ. જમ્યો?’

સાંજ સુધીમાં
બે ભૂરાં ટીક થઈ જાય છે.

જવાબ નથી આવતો.

પણ મા
પાડોશણને હરખથી કહે છે:
‘વાંચ્યું તો ખરું ને!’

માની ભાષામાં
હવે
ભૂરું ટીક
દીકરાનો અવાજ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખડોસો-ડોસીઆગલો લેખ →ખિસ્સાભર બાળપણ